હળવદમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

- text


હળવદ : હળવદ ખાતે રામાનંદી સાધુ સમાજ અને ધર્મપ્રેમી સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે સ્વ.જગજીવનદાસજી ગોપાલદાસજી નિમાવતના સ્મરણાર્થે વિનામૂલ્યે સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્રયજ્ઞ કેમ્પમાં કુલ 342 દર્દીઓના આંખની તપાસ કરવામાં આવી હતી.જેમાં 111 દર્દીઓને મોતિયાનું નિદાન થયું હતું અને 98 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.

હળવદના સ્વ.જગજીવનદાસજી ગોપાલદાસજી નિમાવતના સ્મરણાર્થે રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલના સહયોગથી રામાનંદી સાધુ સમાજ અને ધર્મપ્રેમી સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી આવી હતી અને નકલંક ગુરુધામના મહંત દલસુખમહારાજએ ખાસ હાજરી આપી હતી.આ કેમ્પમાં હળવદ તાલુકા અને આસપાસના 342 જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પમાં પોતાની આંખની તપાસ કરવામાં આવી હતી.

કેમ્પમાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલના નિષ્ણાંત આંખના સર્જન ડોકટર દ્વારા દર્દીઓના આંખની તપાસ કરવામાં આવી હતી.જેમાં 111 દર્દીઓની મોતિયાની તપાસ કરવામાં આવી હતી અને જેમાંથી 98 દર્દીને મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, હળવદ ખાતે દર મહિનાની 8 તારીખે વિનામૂલ્યે સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવે છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને રામાનંદી સાધુ સમાજ તથા ધર્મપ્રેમી સેવામંડળ સહીતના સેવાભાવી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text