મોરબીમાં ફૂલછોડના રોપાઓ અને આયુર્વેદિક દવાઓનું રાહત દરે વિતરણ

- text


મોરબી : મોરબીમાં મલેસિયન સાગ,એરિકા પામ,મધુકામીની,મધુનાસી,બિજોરા,બીગોનીયા,ફણસ,નાગરવેલ વગેરે રોપાઓ અને વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

મોરબીમાં તા.12ને રવિવારના રોજ સવારે 8:30 થી બપોરના 1 વાગ્યા સુધી ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી ખાતે વિવિધ જાતના ફૂલછોડ,ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ,પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા ૧૦),દેસી ઓસડીયા,પંચામૃત,લીંબુ,લીંબુ આદું, ઠંડાઈ,આંબડા વગેરેના પાવડર,હર્બલ ટી,લીલા નાળિયેર (ત્રોફા), બહુનીયા,પેથોડિયા,કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા મળશે. નાગરવેલ,મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ,મરી,એરિકા પામ,લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ,દિનકા રાજા,મધુકામીની,મધુમાલતિ,લીલી,ખટુંબરા વગેરેનું રોપાના રૂ.૨૦ લેખે,ફણસ, કાજુ, કપૂર અને ચીની ગુલાબના રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

- text

એલોવેરા જેલ,અલોવેરા જ્યુસ,બોડી લોસન, ગ્લિસરીન સાબુ,દાબેલા મગ અને ચણા,હળદર દાડીયા,આંબડા રસ,રાજસ્થાની મેંદી,છાસ મસાલા,વિવિધ જાતની આગરબત્તીઓ અને સપ્ત્ચુર્ણ,વિવિધ જાત ના કઠોળ અને દાળ,ફીંડલા સરબતનું વગેરે રાહત દરે મળશે.

માટીના કુંડા, તાવડી, દેસી હાથ ઘડાવ માટીના પાટિયા,કોડિયા,ચકલીઘર,રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ,કાશ્મીરી લસણ,વિવિધ વનસ્પતિના પાંદડાનો પાવડર, વિવિધ સૂપ પાવડર,વિવિધ સરબતના પાવડર,વિવિધ શાકભાજીના બિયરણો,ગૌ ઉત્પાદન જેમાં ધૂપ સ્ટિક, કોળિયા, અળાયા, ગોનાઇલ અને વિવિધ જાતના અનાજ,અળસીયાએ બનાવેલ ખાતર (૧ કિલો ના ૨૦ રૂ)નું રાહત દરે વેચાણ થાય છે. આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્થા જગ્યા અને પ્રચાર ની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે.

વધુ માહિતી માટે લવજીભાઈ પ્રજાપતિ મો.૯૯૨૫૩૬૯૪૬૫ અને રાજકોટ નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલા મો.૯૪૨૭૫૬૩૮૯૮ પર સંપર્ક કરવો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text