મોરબી જિલ્લામાં કાલે ગુરૂવારે 237 સ્થળે વેક્સિનેશન

- text


 

મોરબી: મોરબી જિલ્લામાં આવતીકાલે ગુરૂવારે મેગા વેક્સિનેશન કેમ્પ અંતર્ગત અલગ-અલગ 237 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે.

કોરોનાને નાથવા માટે જિલ્લાભરમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે આવતીકાલે ગુરૂવારે મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 237 સ્થળે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

- text

આ 237 સ્થળોમાં મોરબી તાલુકાના 82 સ્થળો, માળીયા તાલુકાના 15 સ્થળો, વાંકાનેર તાલુકાના 62 સ્થળો, ટંકારા તાલુકાના 29 સ્થળો, હળવદ તાલુકાના 49 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 45100 કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ અને 4900 કોવેક્સિન વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

- text