પૂર્વ પંચાયત મંત્રીને રૂબરૂ મળી સ્વાસ્થ્ય અંગે શુભેચ્છા પાઠવતા રાજ્યમંત્રી

- text


જ્યંતિભાઈ કવાડીયા નાદુરસ્ત તબિયતના લીધે સારવાર હેઠળ

મોરબી : રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી જ્યંતિભાઈ કવાડીયાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આથી, રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા એ રૂબરૂ હોસ્પિટલ પહોંચી જ્યંતિભાઈ કવાડીયાની તબિયતની પૃચ્છા કરી હતી.

મોરબી જિલ્લાના હળવદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પંચાયત મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ તરીકે જવાબદારી વહન કરતા જયંતિભાઇ કવાડીયાની નાદુરસ્ત તબિયતની સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતની રૂબરૂ હોસ્પિટલ ખાતે જઇને ખબરઅંતરની પૃચ્છા કરતાં પંચાયત,શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો),ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા તેઓનું સ્વાસ્થ્ય સત્વરે નિરામય થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text