મોરબીના વિકાસ માટે અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક કરતા રાજયમંત્રી

- text


આગવી ઓળખ યોજના હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારમાં શું શું કામગીરી કરી શકાય તેવા અનેકવિધ મુદ્દાઓ પરત્વે ચર્ચા-વિચારણા કરાઈ

મોરબી : મોરબી નગરપાલિકાના વિવિધ પ્રશ્નો તથા મોરબી વાડી વિસ્તારના પ્રાથમિક જરૂરીયાતના પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી પદાધિકારીઓ સાથે રાજયમંત્રીબ્રિજેશ મેરજાએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં આગવી ઓળખ યોજના હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારમાં શું શું કામગીરી કરી શકાય તેવા અનેકવિધ મુદ્દાઓ પરત્વે ચર્ચા-વિચારણા કરાઈ હતી.

મોરબી નગરપાલિકા વિસ્તારના રહીશોને વધુમાં વધુ સારી સગવડતા અને સુવિધાઓ મળી રહે તે માટે સતત ચિંતા અને ચિંતન કરતાં પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મોરબી નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો, મોરબી વાડી વિસ્તારના રોડ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નોના નિરાકરણ તેમજ આગવી ઓળખ યોજના હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારમાં શું શું કામગીરી કરી શકાય તેમ છે જેવાં અનેકવિધ મુદ્દાઓ પરત્વે ચર્ચા-વિચારણા અને કામગીરીના ત્વરિત અમલીકરણ માટે પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધિમંત વ્યાસ, કલેકટર-મોરબી, જિલ્લા વિકાસ અધિકારી-મોરબી તેમજ ચીફ ઓફિસર-મોરબી ઉપરાંત મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સુરેશભાઈ દેસાઇની ઉપસ્થિતિમાં ખાસ સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને મોરબી નગરપાલિકા વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ પાલિકાના પદાધિકારીઓ અને કલેકટર સહિતના અધિકારીઓ સાથે મસલત કરીને કમર કસી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text