મોરબીની મોટી વાવડી ગ્રામ પંચાયત સતત ચોથી ટર્મમાં સમરસ

- text


ગામના સરપંચ તરીકે ચેતનાબા ભગીરથસિંહ જાડેજા સહિત 8 સભ્યોની સર્વાનુમતે નિયુક્તિ

મોરબી : મોરબીની મોટી વાવડી ગ્રામ પંચાયત સતત ચોથી ટર્મમાં સમરસ જાહેર કરવામાં આવી છે. જેમાં ગામના આગેવાનો તેમજ ગ્રામજનોના સમર્થનથી આ ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી ગામના સરપંચ તરીકે ચેતનાબા ભગીરથસિંહ જાડેજા સહિત 8 સભ્યોની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે.

- text

મોરબીની મોટી વાવડી ગ્રામ પંચાયતના તમામ યુવા આગેવાનો તથા ગામના વડીલો દ્વારા સતત ચોથી ટર્મ ગ્રામ પંચાયત મોટી વાવડી સમરસ જાહેર કરવામાં આવી છે. આ પહેલા ભગીરથસિંહ સતુભા જાડેજા સરપંચ તરીકે ફરજ બજાવતા હતા. હવે તેમના ધર્મપત્ની શ્રીમતી ચેતનાબા ભગીરથસિંહ જાડેજાને સમરસ ગ્રામ પંચાયત મોટી વાવડીના સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.સાથોસાથ સભ્યો તરીકે લીલાબેન કવાભાઈ, ગાયત્રીબેન ધૂળાભાઈ, ભગીરથસિંહ સતુંભા જાડેજા, મિતાબા દશરથસિંહ જાડેજા, દિલાવરસિંહ મહિપતસિંહ જાડેજા, રંજનબા અનિરુદ્ધસિંહ જાડેજા, રમેશભાઈ મંગાભાઈ વાઘેલા, છત્રપાલસિંહ દિગ્વિજયસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. જેમાં મોટીવાવડી ગ્રામ પંચાયતની એકતા અને સમરસતા રહેલી છે. સમરસ ચૂંટણી જાહેર કરવામાં હાલ તલાટી મંત્રી એચ.એ.જાડેજાનું પણ વિશેષ માર્ગદર્શન મળેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text