સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ

- text


હળવદના સુખપર ગામે જમીન પચાવી પાડવા મામલે મામલતદારે નોંધાવી ફરિયાદ

હળવદ : હળવદના સુખપર ગામે આવેલી કિંમતી સરકારી જમીન ઉપર એક શખ્સે ગેરકાયદે કબ્જો જમાવી આ જમીન પચાવી પાડી હોવાનું બહાર આવતા ખુદ મામલતદારે આ કેસમાં ફરિયાદી બનીને આરોપી સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના મામલતદાર નાનજી સદામાજી ભાટીએ આરોપી જુશાભાઇ કાનભાઇ કોળી (રહે.સુખપર શકિતનગર તા-હળવદ) તથા તપાસમા ખુલે તે તમામ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ હળવદના સુખપર ગામની સરકારી ખરાબાની સર્વ નંબર ૩૫૨/પૈ. ની સરકારી જમીન પર ગેર કાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હતી.જો કે અગાઉ આ બનાવ અંગે અરજી આવ્યા બાદ યોગ્ય તપાસમાં જમીન પચાવી પાડી હોવાનું ખુલતા કલેકટરના આદેશ મુજબ લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ ડીવાયએસપી રાધિકા ભારાઈ ચલાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text