ભગો ! ટંકારા તાલુકામાં ગ્રામપંચાયતની ચૂંટણીના આંકડામાં ગોટાળા

- text


સત્તાવાર રીતે 42 ગામોમાં ચૂંટણી હોવા છતાં બાબુઓ દ્વારા સાત ગામની બાદબાકી

ટંકારા : ગ્રામ પંચાયતની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હવે ફોર્મ ભરવાની મુદત પણ પૂર્ણ થવાને આરે છે તેવા સમયે જ ચૂંટણી શાખાનો ભગો સામે આવ્યો છે જેમાં ટંકારા તાલુકામાં 42 ગામોમાં ચૂંટણી યોજવા જઈ રહી હોવા છતાં પાંચ દ્વારા સાત ગામની બાદબાકી કરી 35 ગામોમાં ચૂંટણી હોવાના આંકડા દેખાડવામાં આવી રહ્યા છે.

- text

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત હાલમાં નામાંકનપત્ર ભારવમાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર જે ઓફિસયલ આકડા આપે છે તેમાં ગોટાળા હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં ટંકારા તાલુકાની 42 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવા જઈ રહી છે પરંતુ તંત્ર દ્વારા 35 પંચાયત ચુંટણી દેખાડે છે.આ અંગે જવાબદાર કર્મચારીનો સંપર્ક કરતા તેમણે આયોગને ભુલ અંગે રીપોર્ટ કર્યાની કબુલાત પણ આપી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text