સમરસ ગ્રામ પંચાયતને રૂ. 1 લાખની સહાય આપશે અજય લોરિયા

- text


જેતપર સીટ હેઠળ આવતા વધુને વધુ ગામો સમરસ થાય તે માટે ભાજપ આગેવાનની અનોખી પહેલ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની જેતપર સીટ હેઠળ આવતા ગામો સમરસ થશે તો સેવાભાવી અજય લોરીયા દ્વારા રૂ. 1 લાખની સહાય આપવામાં આવશે.

મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા એ સરાહનીય પહેલ કરી છે. આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે. ત્યારે ગામમાં એકતા જળવાય તે માટે ગામ સમરસ થાય તો સરકાર દ્વારા ગામનો વિકાસ થાય તે માટે વધારાની ગ્રાંટ આપવામાં આવે છે.

ત્યારે લોકોના કામોમાં હંમેશા અગ્રેસર રહેતા રાષ્ટ્રભક્ત યુવાન અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા વધુને વધુ ગામો સમરસ થાય તેના માટે મોરબી જિલ્લા પંચાયતની જેતપર સીટમાં આવતા ગામો જેતપર, વાઘપર, પીલુડી, રાપર, સાપર, જસમતગઢ, ગાળા, ચકમપર, જીવાપર, કેશવનગર, લક્ષ્મીનગર, ભરતનગર, નવા સાદુળકા, હરીપર, કેરાળા, રવાપર (નદી), ગુંગણ, સોખડા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, કૃષ્ણનગર, ભક્તિનગર, અણિયારી, અમરનગર, જૂના સાદુળકા ગામોમાંથી જે ગામ સમરસ થાશે એ ગામના વિકાસ માટે પોતાના 1 લાખ રૂપિયા વિકાસ કાર્યો માટે આપવાની જાહેરાત કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text