પાનેલીમાં પ્રસુતિ વેદનાથી પીડાતા ગૌમાતાને જીવતદાન અપાયું

- text


ગાયના ગર્ભમાં વાછરડી મૃત્યુ પામતા પશુ યોજનાના ડોક્ટરોએ ઓપરેશન કરી ગાયનો જીવ બચાવ્યો

મોરબી : પાનેલી ગામમાં પ્રસુતિ પીડા વેઠતી ગૌમાતાના ગર્ભમાં વાછરડી મૃત્યુ પામતા 10 ગામ દીઠ એક પશુ યોજનાના ડોક્ટરોએ ઓપરેશન કરી ગાયમાતાનો જીવ બચાવી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના પાનેલી ગામના રહેવાસી કાળુભાઇ કલોત્રાની ગાયને પ્રસુતિ પીડા ઉપડતા ગુજરાત સરકાર અને GVK EMRI દ્વારા ચાલતી 10 ગામ દીઠ એક પશુ યોજનાના નંબર 1962 પર ફોન કરી લાલપર MVDનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 1962 હેલ્પલાઇન નંબરની ટિમ ઘટનાસ્થળે પહોંચી બાદ ગાયની પ્રસુતી કરવામાં આવી હતી પરંતુ ગર્ભમાં રહેલ વાછરડી મૃત્યુ પામી હતી. તે વખતે સિઝેરિયન કરવું જરૂરી જાણતા લગભગ 4 કલાકના ઓપેરશનના બાદ ગાયનો જીવ બચાવમાં આવ્યો હતો. 10 ગામ દીઠ એક પશુ યોજનામાં કામ કરતા ડો. તાલિબ હુસેન, ડો.વિપુલ કાનાણી અને પાયલોટ રજનીશ સોલંકી, જયદીપ જલુ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text