વાયબ્રન્ટ ગુજરાતની જેમ વાયબ્રન્ટ ઘુંટુ, લાલપર, માંડલનો માહોલ સર્જવા અગ્રણી ઉદ્યોગપતિની હાકલ

- text


નવા સરપંચ ગ્રામીણ વિકાસ માટે આગળ આવે તો મોરબીમાં સીરામીક ક્ષેત્રે વિકાસની અગણિત તક હોવાનો સુર

મોરબી : વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત સરકાર દેશ – વિદેશના રોકાણકારોને આકર્ષવા લાલજાજમ બિછાવી રહી છે તે જ રીતે મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ગામના વડાપ્રધાન કહેવાતા સરપંચ અને ચૂંટાયેલી પાંખ જો ઉદ્યોગને સુવિધા સગવડ આપે તો મોરબીમાં હજુપણ ઔદ્યોગિક વિકાસની તક હોવાનું મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને મોરબી સીરામીક એસસીએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ જણાવી વાયબ્રન્ટ ગુજરાતની જેમ વાયબ્રન્ટ ઘુંટુ, વાયબ્રન્ટ લાલપર વાયબ્રન્ટ માંડલ જેવો માહોલ સર્જવા હાકલ કરી છે.

મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ નિલેશભાઈ જેતપરીયાએ આગામી સમયમાં ચૂંટાઈ આવનાર નવા સરપંચ અને નવી બોડીને અનુરોધ કરતા જણાવ્યું છે કે, વાયબ્રન્ટ ગુજરાત દ્વારા ગુજરાત સરકારે દેશ અને વિદેશો ના રોકાણકારોને ગુજરાતમા ઉધોગ સ્થાપવા આમંત્રીત કરીને એક રોકાણકારો માટે સમરસ વાતાવરણ બનાવી ઉધોગોને લાવવા સફળ થયા છે. જેમા તેમને સીંગલ વિન્ડો સીસ્ટમ અને રોકાણકારોને સાનુકુળ વાતાવરણ આપી રોકાણકારોને ગુજરાતમાં લાવવામાં સફળતા મેળવી છે.

- text

મોરબીમા પણ સિરામીકના વિકાસ અને નવા ઉધોગો જયા સાનુકુળ વાતાવરણ હતુ તેવા ગામોમા આવ્યા અને તે ગામમા જમીન પણ કીંમતી થઇ અને પંચાયતને પણ ટેક્સ મળતો થયો અને ગામના લોકોને નાની – મોટી દુકાનો અને રોજીરોટીની તકો મળી છે. આગામી ચુટણીમા જે સરપંચો ચુંટાઇ આવે અને તે પણ જો પોતે પોતાના ગામમા ઉધોગોને આમંત્રીત કરે તો ત્યા નવા ઉધોગો આવશે અને આખા ગામને તેનો ફાયદો મળશે અને પોતે પોતાના વિસ્તારના વિકાસના દ્વારો ખોલી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.

વધુમાં ઉધોગોના વિકાસ સાથે નાની – મોટી સમસ્યામા મધ્યસ્થી બનીને જો માર્ગ કાઢવામાં આવે તો ગામનો વિકાસ તો થશેજ સાથો – સાથ તે ગામના ખેડુતો પણ જમીન ઉધોગોમા આપી ને અન્યત્ર સસ્તી જમીન ખરીદીને બીજા પૈસામાથી મકાન, પરીવારના પ્રસંગો કાઢવાની સાથોસાથ ઉધોગકાર પણ બની શકશે.

આ સંજોગોમાં આવનાર નવા સરપંચોને પણ વાયબ્રન્ટ ગુજરાતની જેમ ઉધોગોને આકર્ષવા વાયબ્રન્ટ લાલપર, વાયબ્રન્ટ ઘુંટુ, વાયબ્રન્ટ માંડલ જેવા સૂત્ર સાથે જો ગ્રામ સમસ્ત ઉધોગો સ્થાપવા આમંત્રિત કરશે તો ૧૦૦% નવા આવતા યુનિટો તેમના વિસ્તારમા આવીશકે તેમ હોવાનું નવા ચુટાઇને આવનાર સરપંચોને નિલેશભાઈ જેતપરીયાએ વિકાસ મા કટીબધ્ધ થાય તેવી શુભકામનાઓ પાઠવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text