મોરબીની સીરામીક ફેકટરી પર CGSTના દરોડામાં રૂ.17 લાખની રિકવરી

- text


ભીમાણી ગ્રૂપની સીરામીક ફેકટરી પર જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન મોરબીની સીરામીક ફેકટરી પર CGSTના દરોડામાં રૂ.17 લાખની રિકવરી
ભીમાણી ગ્રૂપની સીરામીક ફેકટરી પર જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન

મોરબી : રાજકોટ સીજીએસટી હેડક્વાર્ટર પ્રિવેન્ટીવની ટીમ દ્વારા દિવાળી પછી સતત મોરબીના સીરામીક એકમો ઉપર દોરડાની કાર્યવાહી અવિરતણપણે ચાલુ રખાય છે અને રાજકોટ સીજીએસટી ટીમ દ્વારા મોરબીના ભીમાણી ગ્રૂપની સીરામીક ફેકટરી પર જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સીરામીક ફેકટરી પર CGSTના દરોડામાં રૂ.17 લાખની રિકવરી કરી લેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

- text

રાજકોટ સીજીએસટી હેડક્વાર્ટર પ્રિવેન્ટીવની ટીમના સુપ્રિ.જી.જે, ઝાલા, જે.ડી.પરમાર અને નિશિત બુદ્ધદેવ સહિતના દ્વારા મોરબીના પીપળી રોડ ઉપર અણિયારી ચોકડી પાસે આવેલ નમો સીરામીક ફેકટરીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે સીજીએસટી ટીમ દ્વારા દરોડો પાડતા જ આ સીરામીક યુનિટના સંચાલકો પાછલા દરવાજેથી નીકળી ગયા બાદ દોઢ કલાક પછી ફરી ફેક્ટરમાં આવ્યા હતા. સીજીએસટી ટીમ દ્વારા આ યુનિટમાં દરોડાની કાર્યવાહી દરમિયાન રૂ.17 લાખની રિકવરી કરવામાં આવી હતી.જો કે જીએસટી વિભાગ દ્વારા આજ યુનિટમાં 2018ની સાલમાં વિઝીટ કરવામાં આવી હતી.પણ ત્યારે ગોઠવણ ડોટ કોમ થઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text