મોરબીનો યુવાન 75માં રેન્ક સાથે રાજ્ય વેરા અધિકારીની પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


મોરબીઃ ગુજરાત રાજ્ય વેરા અધિકારી ક્લાસ-3ની પરીક્ષામાં મોરબીનો યુવાન 75માં રેન્ક સાથે સફળતા પૂર્વક પાસ કરી છે. જે બદલ તેઓને ચોતરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલી ગુજરાત રાજ્ય વેરા અધિકારી ક્લાસ-3ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના જાણિતા ડોક્ટર ધર્મેશ ઓઝા (ESIC (labour) state government hospital)ના પુત્ર ધવલ ઓઝાએ ઉપરોક્ત પરીક્ષા 75મા રેન્ક સાથે સફળતા પૂર્વક પાસ કરી છે. ધવલ ઓઝાએ ગુજરાત રાજ્ય વેરા અધિકારી ક્લાસ-3ની પરીક્ષા પાસ કરીને પરિવાર અને મોરબીનું નામ રોશન કર્યું છે.

- text

મહત્વનું છે કે ધવલ ઓઝાએ જીપીએસસી દ્વારા લેવાયેલી ગુજરાત રાજ્ય વેરા અધિકારીની પરીક્ષા માટેની તૈયારી રાજકોટ સ્થિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતેથી કરીને આ ઝળહળતી સફળતા મેળવી છે. ધવલ ઓઝાને આ સફળતા મળતા ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text