મોરબીની રવિવારી બજારમાં માતાથી વિખુટા પડેલા બાળકનું માતા-પિતા સાથે મિલન

- text


ટ્રાફિક બીગ્રેડ જવાને બાળકના માતાપિતાને શોધી તેમને સોંપીને પોલીસ પ્રજાની હમદર્દ હોવાનું પુરવાર કર્યું

મોરબી : મોરબીના નટરાજ ફાટક પાસે આજે ભરાયેલી રવિવારી બજારમાં આજે એક બાળક માતાથી વિખૂટો પડી ગયો હતો અને આ બાળક સ્થાનિક ટ્રાફિક બ્રિગ્રેડને મળી આવ્યા બાદ ટ્રાફિક બીગ્રેડે રેઢા મળેલા બાળકના માતાપિતાને શોધી તેમને સોંપીને પોલીસ પ્રજાની હમદર્દ હોવાનું પુરવાર કર્યું છે.

- text

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે પુલ નીચે નદીના ખુલ્લા પટ્ટમાં આજે રવિવારે સામાન્ય લોકોની બિગ બજાર ભરાઈ હતી.જેમાં એક મહિલા પોતાના બાળક સાથે ખરીદી કરવા આવ્યા બાદ એ મહિલથી તેનો બાળક અલગ પડી ગયો હતો અને આ બાળક નટરાજ ફાટક પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને મળી આવ્યો હતો.જેમાં નટરાજ ફાટક પાસ ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા લાલજીભાઈ ચાવડા અને ટ્રાફિક બ્રિગ્રેડના સભ્ય સંજયભાઈ મોરથરીયાએ બાળકના વાલી વારસની શોધખોળ કરી હતી અને આ બાળકના પિતા માંડલ ગામ પાસે આવેલ મારબલના કરખાનામાં કામ કરતા નિલેશભાઈ હોવાનું ખુલતા ટ્રાફિક પોલીસે એ બાળકનો ફરી તેના પિતા સાથે મેળાપ કરાવ્યો હતો.

- text