માળિયામાં કોંગ્રેસનું નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલન યોજાયું

- text


કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ એકમેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

માળીયા : માળિયામાં કોંગ્રેસનું નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલન યોજાયું હતું.જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ એકમેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

- text

માળિયા મીયાણા તાલુકાના અને શહેરના કોંગ્રેસ હોદેદારો ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા કાર્યકરોનું સ્નેહમિલન મહેન્દ્રગઢ ગામે આવેલ બોળા હનુમાન ખાતે યોજાયું હતું. આ તકે માળિયા તાલુકાના બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. જીલ્લા કોંગ્રેસના જયંતિલાલ પટેલ, લખમણભાઇ કંઝારીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્ર ભાઇ વિડજા, કોંગ્રેસ કિશાન સેલના ભાવેશભાઈ સાવરીયા, જીલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારેજીયા, ઉમરભાઇ જેડા, કે.ડી પડસુબીયા, મનોજ પનારા, રાણાભાઇ ડાંગર સહિતના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા.

- text