ઈશ્વરનગર ગામના યુવક સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષામાં ઉતીર્ણ

- text


મોરબી : ઈશ્વરનગર ગામના યુવક સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે.

મોરબી જિલ્લાના ઈશ્વરનગર ગામના રહીશ માલસણા સંદીપકુમાર ઘનશ્યામભાઈ એ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષા ઉતીર્ણ કરેલ છે. જે બદલ તેમના પરિવારજનો અને મિત્રવર્તુળ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે સંદીપ જૂન- 2019થી કેળવણીધામ અમદાવાદ ખાતે રહીને તૈયારી કરતો હતો. તેમજ તેણે GPSC દ્વારા લેવાતી કલાસ 1-2ની તૈયારી ચાલુ છે. તેમના પિતા ઘનશ્યામભાઈ હરજીભાઇ માલસણા ખેતી કામ કરે છે. સંદીપભાઈ એ ઈશ્વરનગર અને માલસણા પરિવારનું ગૌરવ વધાર્યું છે. જે બદલ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text