ગેસના વારંવારના ભાવ વધારાના યોગ્ય ઉકેલની ખાતરી આપતા ઉર્જામંત્રી

- text


સિરામીક ઉદ્યોગકારોએ રાજયમંત્રી બ્રિજેશ મેરજાની આગેવાનીમાં ઉર્જામંત્રી સાથે લંબાણપૂર્વકની બેઠક યોજી

મોરબી : નેચરલ ગેસના ભાવમાં છેલ્લા ત્રણથી ચાર માસમાં જ બમણા જેટલો ભાવ વધી જતાં સિરામીક ઉદ્યોગની હાલત કફોડી બની જતા સિરામીક ઉદ્યોગકારો રાજયમંત્રી મેરજાની આગેવાનીમાં ઉર્જામંત્રી સાથે લંબાણપૂર્વકની બેઠક યોજી હતી. આ બેઠક બાદ ઉર્જામંત્રીએ ભાવ વધારાના યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી.

સિરામીક ઉદ્યોગમાં મંદીના માર પછી વારંવાર વધી રહેલા નેચરલ ગેસના ભાવને કારણે સિરામીક ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ સ્થિતિમાં રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાની આગેવાનીમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, નિલેષ જેતપરીયા, ગાંઘીનગર ખાતે વર્તમાન પરિસ્થિતીમા તાત્કાલીક અસરથી વારંવાર વઘતા ગેસના ભાવથી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા પડતી તકલીફો માટે યોગ્ય કરવા નાણાખાતુ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ સાથે લાંબી ચર્ચા કરી હતી.

- text

સિરામીક ઉદ્યોગકારો સાથે ઉર્જામંત્રીની બેઠક બાદ ગેસ કંપનીના અઘિકારી સાથે આગામી અઠવાડીયામા મીટીંગનુ આયોજન કરીને યોગ્ય નિરાકરણ કરવા ખાતરી આપેલ હતી ઉપરાંત ઉદ્યોગના બીજા પ્રશ્નો માટે પણ હકારાત્મક અભિગમ દર્શાવેલ હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text