મોરબી નજીક છરીની અણીએ 6.15 લાખની દિલધડક લૂંટ : શંકાસ્પદ બનાવને જાણભેદુએ અંજામ આપ્યો હોવાની આશંકા

- text


પડધરીનો ડુંગળીના બીનો વેપારી ઝોલું આવતા હોટલે ઉભો રહ્યો અને લૂંટાયો

મોરબી : મોરબીના સોખડા ગામના પાટિયા પાસે આવેલ હોટલના પ્રાંગણમાં ઝોકું ખાવા ઉભા રહેલા પડધરીના બોલેરો ચાલકને બે શખ્સોએ પરોઢિયે છરીની અણીએ લૂંટી લેતા ચકચાર મચી જવા પામી છે. આ લૂંટમાં 6.15 લાખ રોકડા લૂંટાયા હોય પોલીસે ચોતરફ નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે અને જાણભેદુઓએ આ લૂંટને અંજામ આપ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પડધરી ગામે રહેતા અને ડુંગળીના બીજનો વ્યાપાર કરતા જેસીંગભાઈ લાધાભાઇ સોલંકી બોલેરો ગાડી લઈને ભુજથી ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે ઊંઘ આવતી હોવાના કારણે તેઓએ સોખડા ગામના પાટિયા પાસે આવેલ પિતૃકૃપા હોટલના પાર્કિંગમાં પોતાની બોલેરો ગાડી ઊભી રાખી હતી અને ત્યાં પોતે ગાડીની અંદર સુતા હતા.ત્યારે વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં અજાણ્યા બે શખ્સોએ ત્યાં આવ્યા હતા અને જેસીંગભાઈને હાથમાં અને છાતીના ભાગે છરીના છરકા કરી રોકડા રૂપિયા ૬.૧૫ લાખની લૂંટ ચલાવી હતી.

બનાવ અંગે ભોગ બનનાર જેસીંગભાઈએ પોલીસને જાણ કરતા ડીવાયએસપી, મોરબી તાલુકા પીઆઇ ગોઢાણીયા, એલસીબી સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ચોતરફ નાકાબંધી કરી ફરિયાદી જેસિંગભાઈની પૂછપરછ શરૂ કરી હોટલના સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારુઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text