મોરબીની આયુષ હોસ્પિટલમાં હવે હદયમાં બલૂન મુકવાની સારવાર, 24×7 કેથ લેબની સુવિધા સાથે

- text


મા કાર્ડ અને આયુષમાન કાર્ડ ધારાવતા દર્દીઓ માટે હદયના હુમલાની સારવાર તદ્દન નિશુલ્ક

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : કોઈ દર્દીને છાતીમાં દુઃખાવો થાય કે તરત જ આપણને હૃદયના હુમલાનો ડર સતાવે છે. આવા સમયે દર્દીનું ચોક્કસ નિદાન થાય અને ઝડપથી સારવાર મળે એ ખુબજ અગત્યનું હોય છે. જેથી આવું નિદાન સચોટ રીતે મોરબીમાં જ થઈ શકે તે હેતુથી શહેરની ખ્યાતનામ આયુષ સુપર સ્પેશિયલટ હોસ્પીટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સ્ટેન્ટ (બલુન) બેસાડવાની પણ સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

હાર્ટ એટેક એટલે હૃદયની નળી બ્લોક થવી. હૃદયને બ્લડ સપ્લાય કરતી ધમની જ્યારે કોઈ કરણોસર સાંકડી થય જાય ત્યારે હૃદયને લોહી મળતું બંધ થઈ જાય છે જેને હાર્ટ એટેક કહેવાય છે. આવા સમયે આ ધમનીને તાત્કાલિક ખોલવી જરૂરી બની જાય છે. તેમાં જેટલુ મોડું થાય તેટલું હૃદયને કાયમી નુકસાન થવાની શક્યતા અથવા તો મૃત્યુ થઇ શકે છે. આ સાંકડી થઈ ગયેલી ધમનીને પાછી મૂળ સ્થિતિમાં લાવવા માટે હૃદયમાં સ્ટેન્ટ (બલુન) મુકવામાં આવે છે. જેને એન્જીયોપ્લાસ્ટી કહેવામાં આવે છે.

આ એન્જીયોપ્લાસ્ટી કરવા માટે સુપર સ્પેશીયલ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર અને કૅથ લેબ જેવા અત્યંત આધુનિક મશિનની જરૂર પડે છે. મોરબીવાસીઓ માટે ખુશીના સમાચાર એ છે કે આવા હૃદયના હુમલાની સારવાર હવે મોરબીની આયુષ સુપર સ્પેશિયલટ હોસ્પીટલમાં ઉપલબ્ધ છે. અહીં ડૉ. લોકેસ ખંડેલવાલ (DM કાડિર્યોલોજીસ્ટ)ની તેમજ ફિલિપ્સ કંપનીની અદ્યતન કૅથ લેબની 24×7 સર્વિસ ચાલુ છે. જેથી ઇમરજન્સીનીના સમયમાં બિલકુલ ટાઈમ બગાડ્યા વગર તાત્કાલિક સારવાર મેળવવામાં ખૂબ સરળતા રહેશે.

ડૉ. ચેતન અઘારાના જણાવ્યા મૂજબ આ પ્રકારની હૃદયના હુમલાની સારવાર મા કાર્ડ અને આયુષમાન કાર્ડ ધારાવતા દર્દીઓ માટે તદ્દન નિશુલ્ક છે. અત્યાર સુધીમાં મોરબીની આ આયુષ સુપર સ્પેશીયલીટી હોસ્પીટલમાં ૬૦ થી વધારે દર્દીઓ PAMI એટલે કે ઇમરજન્સીમાં હૃદયના હુમલાની તાત્કાલિક સારવાર સ્ટેટ (બલુન) મુકવાની નિઃશુલ્ક સારવાર લઈ ચૂક્યા છે.

- text

વધુમાં ડૉ. ચેતન આઘારાના જણાવ્યા મુજબ પેસ-મેકરની સુવિધા પણ આયુષ સુપર સ્પેશિયલ હોસ્પીટલમા ઉપલબ્ઘ છે. ડબલ ચેમ્બર પેસ- મેકરએ ઘણી જટીલ પ્રોસિજર છે જે રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ અમુક મર્યાદિત હોસ્પિટલમાં જ ઉપલબ્ધ હોય છે. આવા પ્રકારની સારવાર અહી ઉપલબ્ઘ છે. માટે સંપૂર્ણ સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ મા કાર્ડમાં ડબલ ચેમ્બર પેસ- મેકરની સારવાર માટે મોરબી ખાતે આયુષ સુપર સ્પેશિયલસ્ટ હોસ્પીટલમાં આવે છે.

આમ, મોરબીવાસીને આપણા ઘર આંગણે આવા સુપર સ્પેશિયલસ્ટ ડોક્ટર અને કૅથ લેબની સુવિધા મળે છે. જેથી સમયની બચત સાથે શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બને છે.અને દર્દીઓ ઉપર જીવનું જોખમ ઘટે છે.

- text