મોરબીમાં આજે લાભપાંચમના શુકનવંતી મુહૂર્તમાં તમામ વ્યાપાર-ધંધા શરૂ થયા

- text


માર્કેટ યાર્ડ ગોઝારી આગની દુર્ઘટના પછી ધમધમતું થયું, વિવિધ જણસીઓની હરરાજી શરૂ

મોરબી : મોરબીમાં દિવાળી-નૂતન વર્ષના મીની વેકેશન બાદ આજે લાભપાંચમથી તમામ બજારો પુનઃ ધમધમી ઉઠી હતી. જો કે અડધી બજારો ગઈકાલે સોમવારે જ ખુલી ગઈ હતી. પણ મોટાભાગની તમામ બજારોમાં આજે લાભપાંચમના શુકનવંતી મુહૂર્તમાં વ્યાપાર-ધંધાની શુભ શરૂઆત થઈ હતી.જો કે ઘણા લોકો વેપાર ધંધાના નવા સોપાનો આજે લાભપાંચમના શુકનવંતી મુહૂર્તમાં શરૂઆત કર્યા છે.

મોરબીમાં આ વખતે કોરોનાનું સંકટ ટળતા તમામ વેપારીઓની દિવાળી ફળદાયી નીવડી હતી. મોટાભાગના લોકોએ ઉમંગ ઉલ્લાસભેર દિવાળીની ઉજવણી કરવા મનભરીને શોપિંગ કરતા વેપારીઓના ચહેરા મલકી ઉઠ્યા હતા અને દિવાળીની છેલ્લી ઘડી સુધી બજારોમાં ભારે ભીડ રહેતા તમામ ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ હતી આથી સારી ઘરાકી નીકળતા હરખાઈ ઉઠેલા વેપારીઓ નૂતન વર્ષથી રજાઓ રાખીને ફેમેલી સાથે ફરવા નીકળી ગયા હતા. જો કે અડધી બજારો ગઈકાલે સોમવારે ખુલી ગઈ હતી. પરંતુ દર વખતે દિવાળી બાદ લાભપાંચમના શુકનવંતી મુહૂર્તમાં વેપાર ધંધા શરૂ કરવાની પરંપરા હોવાથી પાંચ દિવસ સુધી મોટા શોપિંગ મોલ, મોટા શો રૂમ સહિતની દુકાનોમાં રજનો માહોલ હતો.

- text

હવે દિવાળીનું મીની વેકેશન પુરૂં થઈ ગયું છે અને આજે લાભપાંચમથી ફરી કામધંધે વળગી જવાનો સમય થતા વેપારીઓએ દિવાળી ઉજવી રિફ્રેશ થઈને આજથી ફરી નવા જોશ અને ઉમંગ સાથે વેપાર ધંધાના લાભપાંચમના શુકનવંતી મુહૂર્તમાં શ્રીગણેશ કર્યા છે. જ્યારે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પહેલા ગોઝારી આગની ઘટના બની હતી.બાદમાં રજાઓ રાખી દેવામાં આવી હતી.ત્યારે આ માર્કેટિંગ યાર્ડ પણ આજથી ધમધમતું થયું છે. જો કે સોમવારે અમુક ખેડૂતો માલ લઈને પહોંચી ગયા હતા.પરંતુ આજે લાભપાંચમથી હરાજજી, ખરીદી વેચાણ શરૂ થયા છે. એકંદરે લાભપાંચમે બજારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને વેપારીઓમાં દિવાળીની જેમ આ નવું વર્ષ પણ વેપાર ધંધા માટે ફળદાયી નીવડે એવી આશા બંધાય છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text