જમીનમાં કબ્જો જમાવી ખેતી શરૂ કરી દેતા લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ

- text


માળીયાના જુના ઘાંટીલા ગામની જમીન પચાવી પાડનાર એક શખ્સ સામે ગુન્હો નોંધાયો

માળીયા : માળીયાના જુના ઘાંટીલા ગામની જમીનમાં ગેરકાયદે કબ્જો જમાવી એક શખ્સે ખેતી શરૂ કરી દીધી હતી. આ મામલે જમીનના મૂળ માલીકે કલેકટરને રજુઆત કર્યા બાદ લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. માળીયા પોલીસે આ શખ્સ સામે જમીન પચાવી પાડવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ માળીયાના જુના ઘાંટીલા ગામના વતની અને હાલ હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા મનહરદાન હરદાન દેવકા (ઉ.વ.૬૯) એ આરોપી બચુભાઇ નારાયણભાઇ જાકાસણીયા (રહે.જુના ઘાંટીલા તા.માળીયા મીં) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીની માલીકીની જુના ઘાંટીલા ગામની સીમમા આવેલ સવૅ નં.નં.૪૩/૨ પૈકી ૦૨ વાળી જમીન હે-૦૦ આરે-૨૪ ચો.મી.-૨૮વાળી જમીન ગેરકાયદેસર રીતે કબજો કરી ખેતી કરી ઉત્પાદન મેળવી જમીન પચાવી પાડી અને જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો છે.

- text

જો કે આ જમીન પચાવી પાડવા અંગે ફરિયાદીએ અગાઉ મોરબી જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબીંગ એકટના નવા કાયદા મુજબ અરજી કરેલ હતી. જે અરજીની તપાસના અંતે કલેકટર તરફથી એફ.આઇ.આર.દાખલ કરવા હુકમ થઇ આવતા ગઈકાલે આ મામલે લેન્ડ ગ્રેબીગ હેઠળ માળીયા મીં પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text