મોટી બરાર ખાતે SVS કક્ષાના ‘કલા ઉત્સવ’ની ઉજવણી કરાઈ

- text


માળીયા (મી.) : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત માળીયા (મી.) તાલુકાના મોટી બરાર ખાતે SVS કક્ષાના ‘કલા ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી.

રામબાઈમાં શાળા વિકાસ સંકુલ, માળીયા દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત SVS કક્ષાના ‘કલા ઉત્સવ’ની ઉજવણી મોડેલ સ્કૂલ, મોટી બરાર ખાતે કરવામાં આવી હતી. જેમાં માળિયા તાલુકાની બે QDC ના મળી કુલ 14 વિદ્યાર્થીઓએ ચિત્રકામ, કાવ્યગાન, વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનું આયોજન માળીયા તાલુકાના રામબાઈમાં એસ.વી.એસ કન્વીનર એસ.કે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા ભરતભાઈ વિડજા, આચાર્ય મોડેલ સ્કૂલ મોટી બરાર દ્વારા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિડજાભાઈ અને મોડેલ સ્કૂલના તમામ સ્ટાફે પૂરેપૂરો સહયોગ આપેલ હતો. આ કાર્યક્રમને શુભેચ્છા આપવા માટે અને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, મોરબી વતી લાયઝન ઓફિસર શૈલેષભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા તે તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લાની આગામી સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text