મોરબીના ભરતને ઇકોમાં દેશી દારૂ આપવા આવેલ મુન્નો અને અમિત ઝડપાયા

- text


એલસીબી ટીમે 500 લીટર દેશી દારૂ સહિત 2.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક એલસીબી ટીમે વોચ ગોઠવી સુરેન્દ્રનગરથી ઇકો કારમાં દેશી દારૂનો જથ્થો ભરી મોરબીના ભરત નામના વ્યક્તિને દારૂ આપવા આવેલ મુન્નો અને અમિત નામના શખ્સોને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

મોરબી એલસીબી ટીમે મોરબી વાંકાનેર હાઇવે ઉપર વોચ ગોઠવી સુરેન્દ્રનગરથી દેશી દારૂનો જંગી જથ્થો મોરબીમાં સપ્લાય થાય તે પૂર્વે જ સુરેન્દ્રનગરના મુન્નાભાઇ ધરમશીભાઇ માલકીયા અને અમિતભાઇ અશોકભાઇ ઉતેરીયા ઝડપી લીધા હતા.

વધુમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બન્ને આરોપીઓએ ચોટીલાના બળવંતભાઇ જીવણભાઇ સાપરા અને ડાક વડલાના ભરતભાઇના કહેવાથી મોરબીમાં ભરત જીંજવાડીયાને દેશી દારૂ આપવા આવ્યા હોવાનું કબૂલ કરતા પોલીસે પાંચેય વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી કરી દેશી દારૂ, ઇકો કાર સહિત 2.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text