માળીયાના વેણાસર ગામે યુવાનની હત્યાના ગુન્હામાં એક ઝડપાયો

- text


બીજા આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : માળીયા તાલુકાના વેણાસર ગામેં જમવાના પ્રોગ્રામમાં ડખ્ખો થવાની સાથે અગાઉનું મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ઉપર કાર ચડાવી દઈ બેરહેમી પૂર્વક હત્યા કરી નાખી હતી. આ હત્યા નિપજાવવાના ગુન્હામાં બે આરોપી વિરુદ્ધ મૃતકના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે હાલ એક આરોપીને ઝડપી લીધો હતો.

- text

માળીયા તાલુકાના વેણાસર ગામે ખોડઘ્રોઇ નદીના કાંઠે બે દિવસ પહેલા બપોરે યુવન મિત્રોએ જમવાનો પ્રોગ્રામ રાખ્યો હતો આ વેળાએ વેણાસર ગામમાં જ રહેતા આરોપી સુનીલ લાભુભાઇ કોરડીયા અને સંદીપભાઇ લાભુભાઇ કોરડીયા જમવા બાબતે માથાકૂટ કરવાની સાથે આગાઉના ઝઘડાનો ખાર રાખી વેણાસર ગામના રણજીતભાઇ મહીપતભાઇ કુવરીયા ઉ.વ.૩૨ ઉપર કાર ચડાવી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા રણજીતનું મોત નીપજ્યું હતું જ્યારે પ્રકાશભાઈ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે મૃતક યુવાનના પિતરાઈ ભાઈ અશોકભાઇ જીલુભાઇ કુવરીયાની ફરિયાદને આધારે સુનીલ લાભુભાઇ કોરડીયા અને સંદીપભાઇ લાભુભાઇ કોરડીયા વિરુદ્ધ ગુન્હો નોંધી હાલ એક આરોપી સુનીલ લાભુભાઇ કોરડીયાની ધરપકડ કરી હતી.બીજો આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text