મોરબી બી ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

- text


સોશ્યલ મીડિયામાં યુવાનોને વાંધાજનક પોસ્ટ ન કરવા મુસ્લિમ સમાજની અપીલ

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથકે આગામી દિવાળી સહિતના તહેવારોની નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દૂ-મુસ્લિમ બન્ને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સોશ્યલ મીડિયામાં યુવાનોને વાંધાજનક પોસ્ટ ન કરવા મુસ્લિમ સમાજે અપીલ કરી છે.

- text

મોરબી બી ડિવિઝન પોલીસ મથકે યોજયેલી શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં એક જાહેર સભામાં થયેલા વિવાદાસ્પદ વિધાન સામે મુસ્લિમ સમાજના કોઈપણ વ્યક્તિ ઉશ્કેરાટમાં આવીને સોશ્યલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરશે તો તેની જવાબદારી જે તે વ્યક્તિની જ રહેશે, આવા વ્યક્તિઓની પડખે મુસ્લિમ સમાજ નહીં રહે અને વિવાદાસ્પદ વિધાન મામલે શાંતિથી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવેદન કે લેખિત રજુઆત કરવા જણાવી સોશ્યલ મીડિયામાં યુવાનોને વાંધાજનક પોસ્ટ ન કરવા મુસ્લિમ સમાજે અપીલ કરી છે.

- text