મોરબીમાં સર્વરોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


જૈન જાગૃતી સેન્ટર દ્વારા આયોજિત કેમ્પનો ૩૨૦ દર્દીઓએ લાભ લીધો

મોરબી : જૈન જાગૃતી સેન્ટર મોરબી દ્વારા રજત જયંતી વષઁની ઉજવણી નીમીત્તે તાજેતરમાંદશાશ્રીમાળી વણીક વાડી મોરબી ખાતે સર્વરોગ નીદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પનો ૩૨૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં ડો. રવી પટેલ, ડો. વૈભવ દફતરી તથા ડો.વીવેક પટેલ ( રાઘાક્રીષ્ન હોસ્પિટલ), ડો.દીક્ષીત કાસુંદ્રા (કામ્યા સ્કીન કલીનીક), ડો.વીશાલ રૂપાલા (નેત્રા આંખની હોસ્પિટલ) એ સેવા આપી હતી. જેમાં દદીઁના RBS,ECG, ફેફસાની તપાસ (PFT), બીપી, હદય , ડાયાબીટીશ, આંખ, ચામડીની તપાસ કરીને દવા વીનામુલ્યે આપવામાં આવી હતી.

સંસ્કાર બ્લડ બેન્ક માટે કેમ્પમાં ૫૭ બોટલ રકતનું ડોનેશન મળ્યુ હતું. મહીલાઓએ પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કયુઁ હતું. આ કાયઁક્રમ સફળ બનાવવા જેજેસી પ્રમુખ જીતેન દોશી તથા સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text