લોહી તરસ્યા મોરબી – વાંકાનેર હાઇવે ઉપર અજાણ્યા વાહન હડફેટે આશાસ્પદ યુવાનનું મોત

- text


મકનસર નજીક બનેલા બનાવથી વિપ્ર પરિવાર ઉપર વજ્રઘાત

વાંકાનેર : રોજે રોજ અકસ્માતોની વણઝાર સર્જતાં લોહી તરસ્યા મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગઈકાલે મકનસર નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા વાંકાનેરના આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજન મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર નજીક ઋત્વિક દેવેન્દ્રભાઈ પંડ્યા અને મહેન્દ્રભાઈ મકવાણા હોન્ડા ડ્રિમ યુગા બાઈક લઈને જતા હતા ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા ઋત્વિકને પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યુ હતું જ્યારે સાથે રહેલા મહેન્દ્રભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

આ ગંભીર અકસ્માતની ઘટના અંગે વાંકાનેર જીનપરામાં રહેતા ઋત્વિકના પિતા દેવેન્દ્રભાઈ કાંતિલાલ પંડ્યાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ (અ) તથા એમ વી એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી અકસ્માત સર્જી નાસી જનાર વાહનની ભાળ મેળવવા તજવીજ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text