વાંકાનેર હાઇવે ઉપર બે કાર અથડાતા અકસ્માત

- text


વાંકાનેર : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ શિવશકિત હોટેલની સામે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી હુસેનભાઇ અલાઉદ્દિનભાઇ દેકાવાડિયા પોતાની નેક્શોન કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ શિવશકિત હોટેલની સામે એકસેન્ટ કાર નંબર GJ10BR2266 ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો.

- text

આ અકસ્માતમાં ફરિયાદી હુસેનભાઈને જમણા ખંભા ઉપર ફેકચર તેમજ છાતીના ભાગે મુંઢ ઇજાઓ પહોંચતા કાર નંબર GJ10BR2266 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text