થાનના બાઈક ચોર વિરુદ્ધ વધુ બે બાઈક ચોર્યાની ફરિયાદ

- text


સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં બે બાઈક ચોરાવા અંગે ગુન્હો દાખલ

મોરબી : મોરબીથી દોઢ ડઝન જેટલા બાઈક ચોરી જનાર થાનની બાઈક ચોર ગેંગ વિરુદ્ધ વધુ બે બાઈક ચોરી કરવા અંગે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના શનાળા બાયપાસ નજીક રહેતા સોહીલભાઇ બદરૂદીન લાખાણી તેમનું અને એક અન્ય સાહેદનું મળી બે બાઈક લખધીરપુરના નાકા પાસે સોનાગ્રા ટ્રાન્સપોર્ટની ઓફીસની બાજુમાથી ચોરી કરી લઈ જવા અંગે ગૌતમભાઇ ઉર્ફે ગવો ટપુભાઇ ડાભી રહે- થાનગઢ રૂપાવટી રોડ, દલવાડી રોડ, વિકાશભાઇ ભરતભાઇ પનારા રહે- થાનગઢ રૂપાવટી રોડ, દલવાડી રોડ, અને રાકેશભાઇ દેવજીભાઇ મકવાણા રહે- મોરથાળ તા.થાનગઢ વાળા વિરુષ ફરિયાદ નોંધાવી છે.

- text

પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૯,૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text