મોરબીના નાની વાવડીમાં ફ્લેટમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ

- text


69,500ની રોકડ રકમ સાથે છ જુગારી પોલીસ ગિરફતમાં

મોરબી : મોરબીના નાની વાવડી ખાતે ફ્લેટમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી છ જુગારીઓને રૂપિયા 69,500ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે નાની વાવડી ખાતે આવેલ ભૂમિ ટાવર ફ્લેટ નંબર 203માં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમી આધારે દરોડો પાડતા ફ્લેટ માલિક અમરશીભાઇ રાઘવજીભાઇ રૂપાલા, દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા, ચંદુલાલ નરશીભાઇ સંઘાણી, લખમણભાઇ બાબુભાઇ ગોગરા, મનસુખભાઇ બાબુભાઇ જીલરીયા અને જયકિશન યોગેશભાઇ ખાંભરા રૂપિયા 69,500ની રોકડ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

- text

જુગારધામ પકડવા મામલે તાલુકા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૪-૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text