હળવદના રાયધ્રામાં મુકેશ 1000 લીટર દેશી દારૂના આથા સાથે ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના ગામડાઓમાં દેશી દારૂ બનાવવાના મીની કારખાના ચાલુ થયા હોય પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે જે અન્વયે રાયધ્રા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી પોલીસ મુકેશ નામના શખ્સને 1000 લીટર આથો અને 30 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જો કે વાડી માલિક હાજર ન મળી આવતા પોલીસે ફરાર દર્શાવી તેને પણ ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં રમેશભાઇ નવઘણભાઇ દેત્રોજાની વાડીમાં દેશી દારૂ મામલે પોલીસે દરોડો પાડતા આરોપી મુકેશભાઇ સામજીભાઇ કુકવાવાના કબ્જામાંથી વાડીની કુંડી પાસેથી 1000 લીટર આથો અને 30 લીટર દારૂ મળી આવ્યો હતો.

- text

આ મામલે હળવદ પોલીસે આરોપી મુકેશભાઇ સામજીભાઇ કુકવાવા અને રમેશભાઇ નવઘણભાઇ દેત્રોજા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી વાડી માલિક રમેશભાઇને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text