હળવદની સરકારી શાળા નંબર-4 એ તાલુકામાં ડંકો વગાડ્યો

- text


હળવદ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાના કલા ઉત્સવ 2021/22નું આયોજન બી.આર.સી ભવન હળવદ ખાતે થયું હતું જેમાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લઈ જુદી જુદી સ્પર્ધામાં સુંદર દેખાવ કર્યો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય સેનાની વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને દેશભક્તિ કાવ્ય સ્પર્ધાનું સુંદર આયોજન થયું હતું.

જેમાં સમગ્ર હળવદ તાલુકાની શાળાના સી.આર.સી કક્ષાએ વિજેતા થયેલા કુલ ચાર સ્પર્ધામાં 40 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ હતી પછી બી.આર.સી પ્રવિણસિંહના ઉદબોધન બાદ તમામ સ્પર્ધઓ શરુ થઇ હતી જેમાં શ્રી પે.શાળા નંબર-4 હળવદનો ધોરણ 7 માં ભણતો રાઠોડ ગૌરવ રમેશભાઈ આભમાં ઉગેલ ચાંદલોને… શિવાજીનું હાલરડું ગાઈને કાવ્યગાન સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ. જ્યારે નિબંધ લેખન સ્પર્ધા સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓની કથાઓ વિષય ઉપર નિબંધ લખીને ધોરણ 8ની બાળા પઢીયાર મીનલબા ઇન્દ્રવિજયસિંહ પ્રથમ ક્રમે વિજેતા થયેલ હતી.

અન્ય એક વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ 8 ની બાળા પારેજીયા વિશ્વાબેન ડી. બીજા ક્રમે આવીને શાળાનું નામ રોશન કરેલ છે પ્રથમ ક્રમે આવેલ બંને વિદ્યાર્થીઓ આગામી સમયમાં મોરબી જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે જે બદલ બંને બાળકો જિલ્લા કક્ષાએ હળવદ તાલુકાનું નામ રોશન કરે એવા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામનો આભાર વ્યક્ત કરીને બી.આર.સી પ્રવીણસિંહે આભાર વિધિ કરી કલા ઉત્સવને પૂર્ણ જાહેર કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text