મોરબી જિલ્લામાં ન્યુમોકોકલ વેક્સીનેશનનો કાલે બુધવારથી આરંભ

- text


ન્યુમોકોકલ વેક્સીન ન્યુમોનિયા, મેનિન્જાઈટીસ અને બેકટેરેમિયા વિરુદ્ધ રક્ષા કરે છે

મોરબી : મોરબી જિલ્લામાં ન્યુમોકોકલ વેક્સીનનો તારીખ 20/10 ને બુધવારના રોજથી શુભારંભ થઈ રહ્યો છે.

રાજય સરકારની સૂચના મુજબ તારીખ 20 ને બુધવારના રોજથી સમગ્ર ગુજરાત રાજયમાં ન્યુમોનિયા ન્યુમોકોકલ વેકસીન (PCV) આપવાની કામગીરીનો શુભારંભ થવાનો હોય, જેમના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ રાજય સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ આગામી તારીખ 20 ને બુધવારના રોજથી ન્યુમોકોકલ વેકસીન (PCV) આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે. અને ત્યાર પછીના તમામ મમતા દિવસમાં આ રસીનો રૂટીન રસીકરણમાં સમાવેશ કરવામાં આવશે.

ન્યુમોનિયા રોગ એક વ્યકિતથી બીજી વ્યકિત સુધી શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાય છે. (જેમ કે ખાંસી અથવા છીંક ખાવાથી). ન્યોમોકોકલ રોગ લોકોમાં સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે. તે ન્યુમોકોકલ ન્યુમોનિયાનું સૌથી મુખ્ય કારણ છે.

ન્યુમોકોકલ વેકસીન (PCV) છ અઠવાડિયાની ઉંમરથી જયારે શીશુઓને રોગોનું જોખમ સૌથી વધારે હોય છે તે સમયથી બાળકોની રક્ષા કરે છે. આ રસી ન્યુમોકોકલ રોગના સૌથી ગંભીર પ્રકાર જેવા કે ન્યુમોનિયા, મેનિન્જાઈટીસ અને બેકટેરેમિયા વિરુદ્ધ રક્ષા કરે છે. માટે બાળકોને આ ન્યુમોકોકલ વેકસીન (PCV) નો 6 અઠવાડિયાની ઉમરે (દોઢ માસ) પ્રથમ ડોઝ, 14 અઠવાડિયાની ઉંમરે (સાડા ત્રણ માસ) બીજો ડોઝ તથા 9 મહિનાની ઉમરે બુસ્ટર ડોઝ આપવામાં આવશે. અને આવા ગંભીર રોગ સામે રક્ષણ આપવામાં આવશે.

- text

ન્યુમોકોકલ વેકસીન (PCV)નો સ્ટોક મોરબી જિલ્લા આવી ગયેલ છે. અને તારીખ 20ને બુધવારના રોજથી મોરબી જિલ્લામાં 6 અઠવાડિયા (દોઢ માસ)ની ઉમર ધરાવતા બાળકોને આ રસીનો પ્રથમ ડોઝ આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે. જેથી ન્યુમોકોકલ વેકસીન (PCV) માટે યોગ્ય ઉમર ધરાવતા બાળકોને ન્યુમોકોકલ વેકસીન (PCV) અપાવી ન્યુમોકોકલ રોગના સૌથી ગંભીર પ્રકાર ન્યુમોનિયા, મેનિન્જાઈટીસ અને બેકટેરેમિયા જેવા રોગો સામે રક્ષણ અપાવવા મોરબી જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ.કતીરા તેમજ હિરાભાઈ ટમારીયા ચેરમેન, આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત મોરબી તથા જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. વિપુલ કારોલીયા દ્વારા મોરબી જિલ્લાનાં આવા બાળકોના વાલીઓને અપીલ કરે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text