મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા વર્લ્ડ ફુડ ડે નિમિતે જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ

- text


મોરબી : મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા વર્લ્ડ ફુડ ડે નિમિતે જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આલીકદર સૈયદના મુફ્ફદલ સૈફુદીનની સૂચના અનુસાર વર્લ્ડ ફુડ ડે નિમિતે તા. 16ના રોજ 24 કિલોની આશરે 100 કીટ જેમાં ઘઉં, ચોખા, દાળ, મગ, મીઠું, ખાંડ, તેલ સહીત વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓની કીટ ગરીબ પરિવારોને વિવિધ વિસ્તારોમાં આપવાનું આયોજન તોલોબા અલ કુલીયત દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ભાવિકભાઈ જારીયા, ભાનુબેન નગવાડીયા, પુષ્પાબેન, જશવંતીબેન તથા મોરબી નગરપાલિકાના ચેરમેનોએ હાજરી આપેલ હતી. તેમ મોરબી દાઉદી વ્હોરા સમાજના આમીલ ખોજમાભાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text