છોટાઉદેપુરમાં દારૂના ગુનામાં ફરાર આરોપી મોરબીથી ઝડપાયો

- text


મોરબી : મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમેં બાતમીના આધારે છોટાઉદેપુરના બોડલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા દસેક માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડની ટીમના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાની કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પો.સ્ટે.માં નોંધાયેલા દારૂના ગુન્હાના નાસતા ફરતા આરોપી મનસુખભાઇ કરશનભાઇ સોલંકી ઉવ.૨૯ રહે. રફાળેશ્વર,તા.જી.મોરબી વાળાને રફાળેશ્વર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી બોડેલી પો.સ્ટે. ને જાણ કરેલ છે.

- text

આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા પો.હેડ.કોન્સ.વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા, તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, બિજેશભાઇ કાસુન્દ્રા એમ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text