સીરામીક ઉદ્યોગકારો વતનપ્રેમ યોજના હેઠળ પોતાના ગામના વિકાસમાં સહભાગી બને : રાજ્ય મંત્રી

- text


મોરબી જિલ્લા પંચાયત ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત હસ્તકના કામો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી : મોરબી જિલ્લા પંચાયત ખાતે શ્રમ રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારના કામો અંગેની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ૧૫મા નાણપંચની ગ્રાન્ટનો ઉપયોગ ગામડાના વિકાસ માટે વપરાય તેના માટે અધિકારીઓ અને પદાધિકારીઓ સંકલનમાં રહી કામ થાય તે જોવા તાકીદ કરી હતી. વધુમાં મંત્રીએ વતન પ્રેમ યોજના અંગે સીરામીક ઉદ્યોગકારો પોતાના ગામના વિકાસ માટે આગળ આવીને તે સહભાગી બને માટે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉદ્યોગકારોના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું.

આ બેઠકમાં મંત્રીએ એસ.એ.વાય-૧, એસ.એ.વાય-૨, રૂર્બન યોજના, ૧૦૦ ચોરસ વાર પ્લોટ ફાળવણી, ગામતળ નીમ કરવા, ગ્રામપંચાયત, તાલુકા પંચાયતના મકાનો રીપેરીંગ કરવા, પંચવટી યોજના અંગેના કામોની જિલ્લા પંચાયતના શાખાના વડાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી કામોની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિવિધ પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનઓ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ, જયરાજસિંહ જાડેજા, રણછોડભાઈ દલવાડી, જેસંગભાઈ હુંબલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ સહિત જિલ્લા પંચાયતની દરેક શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text