મોરબીમાં વધુ ત્રણ બાઈક ચોરીની ફરિયાદ : હળવદમાં પણ હોન્ડા ગાયબ

- text


થાન પોલીસે બાઈક ચોર ગેંગ પકડ્યા બાદ ફરિયાદોનો સિલસિલો યથાવત

મોરબી : થાનગઢ પોલીસે મોરબીથી ચોરેલા 16 બાઈક સાથે તસ્કરગેંગ ઝડપી લીધા બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગઈકાલે વધુ ત્રણ મોટર સાયકલ ચોરાયની આ તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ હળવદમાં પણ એક બાઈક ગાયબ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

મૂળ ધ્રોલ તાલુકાના જાયવા ગામના વતની શરદભાઇ હરીલાલ પરમારે તેમનું અને અન્ય સાહેદના ત્રણ મોટર સાયકલ કિંમત રૂપિયા 60 હજાર લાલપર ગામની વર્ધમાન હોટલ પાછળ ડી.એન.ટી હોટલના પાર્કીગમાંથી ચોરી થવા મામલે આરોપી ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી રહે, થાનગઢ, વિકાસભાઈ ભરતભાઈ પનારા રહે, થાનગઢ, રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહે, મોરથળા તા.થાનગઢ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં મોટર સાયકલ ચોરાવા અંગે મિડીયા દ્રારા જાણવા મળેલ કે મો.સા.ચોરી કરનાર થાનગઢ પકડાયેલ છે, જેથી ફરીયાદ કરવા આવેલ હોય તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ IPC કલમ- ૩૭૯,૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

એ જ રીતે હળવદ બેંક ઓફ બરોડાની બાજુમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી ફરિયાદી પરેશભાઇ નારણભાઇ ગડારા, રહે. સરારોડ નંદન બંગ્લોઝ હળવદ હિરો હોન્ડા પેસન પ્રો મોટર સાઇકલ કિમત રૂપીયા 20 હજાર વાળું કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text