માળીયા નજીક દેશી દારૂના જંગી જથ્થા સાથે એક ઝડપાયો

- text


પોલીસે દેશી દારૂના ધંધામાં ભાગીદાર બે શખ્સોના નામ ખોલાવ્યા

મોરબી : માળીયા તાલુકાના નીરુબેન નગર ગામના પાટિયા નજીકથી પોલીસે મોટરસાયકલ ઉપર દેશીદારૂના 300 લિટરના જથ્થા સાથે એકને ઝડપી લીધો હતો જયારે દારૂના આ ગોરખધંધામાં ભાગીદાર અન્ય બે શખ્સના નામ ખોલવામાં પોલીસને સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસે બાતમીને આધારે નીરુબેન નગર ગામના પાટિયા નજીક બાવળની કાટમાંથી ભીમસર ચોકડી પાસે રહેતા નદીમભાઇ ઉમરદીનભાઇ જામને 300 લીટર દેશીદારૂ કિંમત રૂપિયા 6000 સાથે ઝડપી લીધો હતો. જયારે દેશી દારૂના આ ધંધામાં તાજમહમદ કરીમભાઇ સંધવાણી અને અલી ગુલમામદભાઇ સંધવાણીએ દારૂનો આ જથ્થો આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે મોટરસાયકલ કિંમત રૂપિયા 45 હજાર સહિત કુલ 51 હાજરનો મુદામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text