પ્રસિદ્ધ મચ્છુ માતાજીના મંદિર પાસે પાલિકા સર્જિત ઉકરડો

- text


કચરો ઉપાડવાને બદલે ખુદ પાલિકાના સફાઈ કર્મીઓ કચરાના ઢગલા કરતા હોવાથી ગંદકીએ માજા મૂકી

મોરબી : મોરબીના દરબારગઢ નજીક આવેલ આસ્થાના પ્રતીક સમાન મચ્છુ માતાજીના મંદિર પાસે કચરાના ગંજની ભયંકર સમસ્યા ઉદભવી છે. એક તો અહીંયા પહેલેથી જ કચરાના ગંજ ખડકાયેલા છે ઉપરથી આ કચરો ઉપાડવાને બદલે ખુદ પાલિકાના સફાઈ કર્મીઓ કચરાના ઢગલા કરતા હોવાથી ગંદકીએ માજા મૂકી છે. પરિણામે રાજ્યભરમાંથી આવતા શ્રધાળુમાં રોષ ફેલાયો છે.

મોરબીના દરબારગઢ પાસે આવેલ પ્રસિદ્ધ મચ્છુ માતાજીના મંદિર નજીક ઘોર દુર્દશા થઈ ગઈ છે. અહીં અનેક મંદિર આવેલા છે. જેમાં મંગલેશ્વર મહાદેવ, શીતળા માતાજીનું મંદિર હાટકેશ્વર મહાદેવ, જ્વાળામુખી માતાજીનું મંદિર આવેલુ છે. પણ આ ધાર્મિક સ્થાન ઉપર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે લગભગ 15 દિવસે એક વાર અહીંથી કચરો ઉપાડવા આવે છે અને બીજે દિવસેથી કચરાનો ઢગલો થઈ જાય છે.

જો કે સફાઈ કામદારો કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે પણ અહીં કચરો ઠાલવે છે. આ સ્થળે લગભગ દરરોજની 300થી 400 ફોરવ્હીલની અવરજવર રહે છે. પણ કચરાના ગંજને લીધે વાહનનોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થાય છે. એટલું જ નહીં ધાર્મિક સ્થળ પવિત્ર હોય ત્યાંજ ગંદકી કોઈ કાળે વ્યાજબી ન હોય એ બાબતે તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text