યુપીમાં ખેડૂતોની નિર્દયી હત્યા કરનાર નરાધમોને કડક સજા કરો

- text


પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કોંગ્રેસ અગ્રણીઓએ કલેક્ટરને આવેદન આપ્યું

મોરબી : યુપીમાં બર્બરતાભરી ઘટનામાં એક નરાધમે શાંતિપૂર્વક વિરોધ કરતા ખેડૂતોને કાર હેઠળ કચડીને નિર્દયી હત્યા કરવાના બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે આ ઘટનાના વિરોધમાં મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કોંગ્રેસ અરગણીઓએ કલેક્ટરને આવેદન આપી યુપીમાં ખેડૂતોની નિર્દયી હત્યા કરનાર નરાધમ સામે કડક કાર્યવાહી કરવા અને ગૃહમંત્રી રાજીનામું આપે તેવી ઉગ્ર માંગ કરી છે.

ઉત્તરપ્રદેશના લખમીપુર ખીરીમાં ખેડૂતો ઉપર થયેલા અમાનુષી અત્યાચાર મામલે મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. આ તકે પ્રદેશ કોંગ્રેસ ઓબીસી મહામંત્રી અને મોરબીના પ્રભારી પ્રવિણભાઇ મૈયડ, મોરબી જિલ્લા પ્રમુખ જ્યંતીભાઈ પટેલ, મોરબી શહેર જિલ્લા ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહિર, કિસાન સેલ પ્રમુખ ભાવેશભાઈ, માલધારી સેલ પ્રદેશ ઉપપ્રમુખ મનસુખભાઈ રબારી, માલધારી સેલ મહામંત્રી રમેશભાઇ રબારી, પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ગામી, પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ, પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન અમુભાઇ હૂંબલ, જિલ્લા મહામંત્રી વિનુભાઈ ડાભી, સેવાદળ બાબુભાઇ વેરાણા, જિલ્લા ઓબીસી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, જિલ્લા ઓબીસી ઉપ.પ્રમુખ ભરતભાઇ કુભારવાડિયા, શહેર ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, ટંકારા તાલુકા ઓબીસી પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા,હળવદ તાલુકા ઓબીસી પ્રમુખ જીલુભાઈ , મોરબી તાલુકા ઓબીસી રાજુભાઇ ભરવાડ, માળીયા તાલુકા પંચાયતના સદસ્ય લક્ષમનભાઇ નાટડા, સહિત કોંગ્રેસના આગેવાનો હિદેદારો હાજર રહી આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી દોષિત આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text