હળવદમાં સ્વૈચ્છીક રકતદાન મેગા કેમ્પ યોજાયો

- text


પાટિયા ગ્રુપ, વિશ્વ હિન્દૂ પરિષદ, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને યુવા ભાજપ હળવદના સંયુક્ત ઉપક્રમે આયોજન

હળવદ : હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત મેગા સ્વૈચ્છીક રકતદાન કેમ્પમાં 271 બ્લડની બોટલ થઈ એકત્ર થઈ હતી.

આજરોજ હળવદ મધ્યે આવેલ શરણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સ્વ. વિનોદભાઈ કાનજીભાઈ જોટાણીયાના સ્મરણાર્થે અને સદગત કોઠારી બંધુની યાદમાં પાટિયા ગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દૂ પરિષદ, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને યુવા ભાજપ હળવદના સંયુક્ત ઉપક્રમે મેગા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું આયોજન આવેલ હતું. જેમાં હળવદની વિવિધ સામાજિક સંસ્થા તથા સમસ્ત હળવદ, ગ્રામ્ય વિસ્તારના સેવાભાવી રક્તદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કરી આ રકતદાન કેમ્પમાં ઐતિહાસિક સફળતા અપાવી હતી. કેમ્પમાં કુલ 271 બ્લડની બોટલ એકત્રિત થયેલ હતી.

આ પ્રસંગે હળવદની મોક્ષગાથા કથાના વકતા સંત ભક્તિનંદન સ્વામી, પ્રભુચરણ દાસ, લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસ મહારાજ, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, ધીરુભા ઝાલા તથા બીપીનભાઈ દવે, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નવલભાઈ શુક્લ, કેતનભાઈ દવે, વાસુદેવભાઈ સીણોજીયા તથા પત્રકારો તથા રાજકીય અને સામાજિક આગેવાનો આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા.

આ રક્તદાન કેમ્પમાં 3 કપલ અને 25 બહેનોએ રક્તદાન કરેલ, બીજા 3 વ્યક્તિ કે તેમના જન્મ દિવસે રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી. 63 વર્ષના વિભકારભાઈ પરીખ અને નાયબ મામલતદાર ચિંતન આચાર્ય એ પણ રકતદાન કર્યું હતું. દરેક રક્તદાતાઓને એક મોમેન્ટો ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. સર્વે રક્તદાતાઓએ સમૂહ ભોજન પ્રસાદ સાથે ગ્રહણ કર્યો હતો.

આ કેમ્પમાં એકત્ર થયેલ બ્લડની બોટલ સિવિલ હોસલીટલ બ્લડ બેંક અમદાવાદ અને સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. વધુમાં, આ કાર્યક્રમમાં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનાર તમામ રમતવીરોનું પાટિયા ગ્રુપ દ્વારા ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આ તકે આ સેવાકાર્યમાં સહયોગીઓનો આયોજકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વાગત વિધિ, કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ દવે એ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પાટિયા ગ્રુપ – વિશ્વ હિન્દુ પરિષદ – શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને યુવા ભાજપના તમામ સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text