હોલા પક્ષીના ટપોટપ મોત મામલે વન વિભાગ દોડતું થયું 

- text


મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા ગઈકાલે જ હોલાના મૃતદેહો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા

હળવદ : હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હોલા પક્ષીના ભેદી રીતે ટપોટપ મોત થવાના કિસ્સામાં જવાબદાર પશુપાલન વિભાગે હાથ ખંખેરી લીધા છે પરંતુ વન વિભાગને મોરબી અપડેટના અહેવાલ બાદ ઘટનાની જાણ થતા જ તુરત જ માલણીયાદ ગામે ટીમોને દોડાવી હોલા પક્ષીના મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હોવાની વિગતો મળી રહી છે.

હળવદ તાલુકામાં શાંત અને ગભરુ ગણાતા હોલ પક્ષીના ટપોટપ મોત થવા અંગે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે વન વિભાગ હળવદ તુરત જ હરકતમાં આવ્યું હતું અને માલણીયાદ ગામે આવેલ મેલડી માતાજીના મંદિરની આજુબાજુના વિસ્તારમાંથી હોલા પક્ષીના મૃતદેહ મેળવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટેની કામગીરી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે હળવદના માલણીયાદ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હોલા પક્ષીઓને ગળાના ભાગે સોજો આવ્યા બાદ કલાકોમાં જ મૃત્યુ નિપજવાની ઉપરાછાપરી ઘટનાઓ સામે આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં ચિંતા જન્મી છે.જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે જવાબદાર પશુપાલન વિભાગે પક્ષીમાં દેખાયેલ આ ભેદી રોગચાળા અંગે કોઈ પગલાં ભરવા કે જાત તપાસ કરવાનું પણ માંડી વાળ્યું હોય સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text