જીવાપર પ્રાથમિક શાળાના બે શિક્ષકો દ્વારા નિવૃત્તિ વેળાએ રૂ. 21 હજાર અને ફ્રીજની ભેટ શાળાને અર્પણ

- text


ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામમાં સરકારી પ્રાથમિક શાળાના બે શિક્ષકો નિવૃત્ત થતાં વિદાયમાન સમારોહ યોજાયો હતો. જેમાં બંને શિક્ષકોએ રૂ. 21 હજાર અને ફ્રીજની ભેટ શાળાને અર્પણ કરી હતી.

જીવાપર પ્રાથમિક શાળામાં શિક્ષકો ભીમાણી નારણભાઇ એન. તથા ભેંસદડિયા અમુભાઇ સી.નો વયનિવૃત્તી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. નિવૃત શિક્ષકોએ શાળામાં જે ફરજ બજાવેલ તે માટે આ પ્રસંગે બંને શિક્ષકોને ભેટ – મોમેન્ટો તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. નિવૃત થતાં બંને શિક્ષકોએ પણ જતાં જતા શાળાને રૂપિયા 21000 તથા એક ફ્રીજની ભેટ આપી હતી.

જેમા ટંકારા બી.આર.સી. કલ્પેશભાઇ ફેફર, મિતાણા જુથ શાળાનાં તમામ આચાર્ય સંઘાણી ભાવેશભાઇ પેઢડિયા ભાવેશભાઇ, પટેલ સતીષભાઇ, ઉરિયા મગનભાઇ તથા ગરચર દેવાયતભાઇ, ગામનાં સરપંચ હાપલિયા મનસુખભાઇ અને જીવાપર શાળા પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને જાજરમાન બનાવ્યો હતો. શાળા પરિવાર અને આચાર્ય સેજમાળા ભાણજીભાઇ એ ખુબ સરસ રીતે કાર્યક્રમને ખુબ સરળ અને ટૂંકમાં પણ સારી રીતે પૂર્ણ કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text