હળવદના માથક ગામે દારૂ, બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

- text


એલસીબીએ રેડ કરીને વિદેશી દારૂ બિયર સહિત કુલ રૂ.૨૮૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદ : મોરબી એલસીબી સ્ટાફે હળવદના માથક ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી અંગ્રેજી દારૂની બોટલો નંગ-૪૭ કીમત રૂ.૧૪૧૦૦ તથા બિયર ટીન નંગ-૧૪૪ કિમત રૂ.૧૪૪૦૦ મળી કુલ કિ.રૂ.૨૮૫૦૦ નો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.જ્યારે આ દારૂની હેરાફેરીમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વૈચાણની પ્રવૃતી પર અંકુશ લાવવા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના જરૂરી માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી તથા એલસીબી અને પેરોલ ફ્લો સ્ટાફ સાથે આજે એલસીબીના પો.હેડ.કોન્સ ચંદુભાઇ કાણીતરા તથા પો.કોન્સ. દસરથસિં પરમારને મળેલ હકિકત આધારે આરોપી રાજુભાઇ રણછોડભાઇ સડાણિયા ઉ.વ.૨૧ રહે.માથક તા.હળવદ જી.મોરબી વાળાના રહેણાંકમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલો નંગ-૪૩ કીમત રૂ ૧૪૧૦ તથા બિયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૧૪૪૦૦ મળી કુલ કિ.રૂ.૨૮૫૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ અંગ્રેજી દારૂનો જથ્થો આરોપી મયુર ઉર્ફે મચી અશોકભાઇ બોરાણીયા રહે.માથક તા.હળવદ જી.મોરબી વાળા પાસેથી લિધેલ હોવાનું ખુલતા બન્ને આરોપીઓ વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ એલ.સી.બી મોરબી પો.હેડ કોન્સ.ચંદુભાઇ કાણોતરા તથા નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ દસરથસિંહ પરમાર તથા પેરોલ ફર્લો સ્કવોડ પો.હેડ કોન્સ. ચંદ્રકાંતભાઇ વામજા સહિતનાએ કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text