મોરબીમાં શાકભાજીના ભાવો ભડકે બળ્યા, ગૃહણીઓમાં કકળાટ

- text


વરસાદ પડવાને કારણે શાકભાજી પૂરતા પ્રમાણમાં ન આવતા ડબલગણો ભાવવધારો

મોરબી : મોરબીમાં શાકભાજીના ભાવો ભડકે બળ્યા છે. ખાસ કરીને વરસાદ પડતાં સ્ટોકમાં રહેલા શાકભાજી બગડી જતા અને ઉપરથી પૂરતા પ્રમાણમાં શાકભાજી ન આવતા શાકભાજી મોંઘા થયા છે અને શાકભાજીના ભાવોમાં ડબલ ગણો વધારો થતાં ગૃહિણીઓમાં કકળાટ મચી ગયો છે.

મોરબીમાં ત્રણ ચાર દિવસ સુધી વરસાદ પડતાં શાકભાજીના ભાવો વધ્યા છે. જેમાં 15 દિવસ પહેલા જે શાકભાજીના ભાવો હતા તેમાં ત્રણથી ચાર ગણો ભાવ વધ્યો છે. શાક માર્કેટમાં છૂટક વેચાતા શાકભાજીના ભાવો જોઈએ તો 15 દિવસ પહેલા લિબુનો ભાવ રૂ.40 થી 50 નો હતો.તેમાં વધીને ડબલ એટલે કે 80 થી 100 રૂપિયા જેટલો ભાવ થઈ ગયો છે. ભીડાનો  ભાવ રૂ.40 થી વધીને રૂ 80, કોબીચનો  ભાવ રૂ.15 થી વધીને રૂ.30, ટામેટાના ભાવ રૂ.30 થી વધીને રૂ.80, રીગણાના ભાવ રૂ.30 માંથી વધીને રૂ.100, ફુલાવરના ભાવ રૂ.30 થી વધીને રૂ.60, મરચાના ભાવ રૂ.20 માંથી વધીને રૂ.40, દૂધી રૂ.10 માંથી વધીને રૂ.20, ગુવાર રૂ.50 માંથી વધીને રૂ.80, ચોરીના ભાવ રૂ.60 માંથી વધીને રૂ.80 થી 100 થઈ ગયા છે. આમ શાકભાજીના ભાવો ડબલ કે ત્રણ ગણા વધી ગયા છે. વરસાદને કારણે ઉપરથી ઓછા શાકભાજી આવતા આ ભાવો વધ્યા છે. જ્યારે શાકભાજીનો વેપારી કરતા રવજીભાઈ કંજારિયાએ જણાવ્યું હતું કે, હવે વરસાદ રહી જતા શાકભાજીના ભાવો કાબુમાં આવે તેવી શકયતા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text