મોરબીના શનાળાનો શખ્સ ઓટોમેટિક પિસ્તોલ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરમાં ઘાતક હથિયાર લઈને ફરવાની ફેશન ચાલી હોય તેમ એક પછી એક હથિયાર ઝડપાવાના કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે રાજપર ચોકડી નજીકથી શનાળા ગામના લવરમુછીયાને ઓટોમેટિક પિસ્તોલ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી રાજપર ચોકડી નજીકથી શનાળા ગામના શક્તિસિંહ જયદીપસિંહ જાડેજા, ઉ.વ.૧૯ વાળાને ઓટોમેટિક પિસ્તોલ અને જીવતા કારતુંસ નંગ 2 મળી કુલ રૂ.10,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

ગેરકાયદે હથિયાર રાખવા સંદર્ભે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી શક્તિસિંહ વિરુદ્ધ આર્મ્સ એકટ કલમ રપ(૧-બી) એ, તથા જી.પી.એકટ.૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આ હથિયાર ક્યાંથી મેળવ્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text