ભૂરો દેશી દારૂની ખેપ મારતા પોલીસની ઝપટે

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસે વઘાસિયા ગામની સીમમાં 35 લીટર દેશીદારૂ સાથે નીકળેલા ભૂરાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વઘાસિયા ગામની સીમમાં અરવિંદભાઇ ઉર્ફે ભુરો જેઠાભાઇ વિંજવાડીયા મોટર સાયકલ ઉપર 35 લીટર દેશીદારૂ લઈને નીકળતા પોલીસે સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત રૂ.20 હજાર, દેશી દારૂ 35 લીટર કિંમત રૂ.700 અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા 500 મળી રૂ. 21,200નો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text