મોરબી ત્રાજપર બેઠક કોંગ્રેસને અને હળવદ રણછોડગઢ બેઠક ભાજપને ફાળે

- text


આજે હાથ ધરાયેલી મતગણતરીમાં ત્રાજપર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ ડાભી અને હળવદના રણછોડગઢ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હર્ષાબેન મહેશભાઈ કોપેણીયા 134 મતે વિજેતા બન્યા

મોરબી : મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર-2 સીટની બેઠક અને હળવદના રણછોડગઢની બેઠકની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં મોરબી ત્રાજપર બેઠક કોંગ્રેસને અને હળવદ રણછોડગઢ બેઠક ભાજપને ફાળે ગઈ છે.મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર સીટ ઉપર ફરી કોંગ્રેસનો વિજય થયો હતો અને હળવદના રણછોડગઢની બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.

મોરબી તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રાજપર-2 બેઠક માટે રવિવારે પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં 54.84 ટકા જેવું મતદાન થયું હતું.આ પેટા ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જો કે ગત ટર્મમાં આ બેઠક કોંગ્રેસના હાથમાં હતી અને આ પેટા ચૂંટણીમાં પણ ત્રાજપર બેઠક કોંગ્રેસના હાથમાં આવી છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ જેસાભાઈ ડાભી સૌથી વધુ મત મેળવીને વિજેતા બન્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારને અડધા મત મળતા પરાજય થયો હતો.આમ ફરી કોંગ્રેસે આ સીટ જાળવી રાખીને ભાજપને મ્હાત આપી છે.

- text

જ્યારે હળવદના રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો.આ બેઠક ઉપર ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રીપંખીયો જંગ હતો.પણ આ બેઠકમાં કમળ ખીલ્યું છે. જેમાં ભાજપના ઉમેદવાર હર્ષાબેન મહેશભાઈ કોપેણીયા 134 મતે વિજેતા બન્યા છે. જ્યારે આપ અને કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text