સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસનો 440 વોલ્ટનો આકરો ઝટકો

- text


નેચરલ ગેસના ભાવમાં આગોતરી જાણ કર્યા વગર પોણા અગિયાર રૂપિયાનો ભાવ વધારો : સિરામીક ઉદ્યોગ ટકાવવો મુશ્કેલ

મોરબી : મંદીના સકંજામાં ફસાયેલા મોરબીના સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપનીએ 440 વોલ્ટના ઝટકા સમાન ગેસના ભાવમાં રાતોરાત રૂપિયા પોણા અગિયારનો ભાવ વધારો ઝીકતા સિરામીક ઉદ્યોગની રાડ ફાટી ગઈ છે. નોંધનીય છે કે એકાદ માસ પૂર્વે જ ગુજરાત ગેસ કંપનીએ રૂ. પાંચ જેટલો વધારો કર્યા બાદ આ બીજો તોતિંગ ભાવ વધારો લાદયો છે.

વૈશ્વિક સિરામીક હબ મોરબીમાં આવેલ 1000થી વધુ સિરામીક ફેક્ટરીઓને ગુજરાત ગેસ કંપની દ્વારા મરણતોલ ફટકો મારી એક જ મહિનામાં બીજી વખત રૂપિયા 10.75નો ભાવ વધારો રાતોરાત અમલી બનાવતા ઉદ્યોગોને હવે ઉદ્યોગ ચાલુ રાખવા કે બંધ કરવા તે નિર્ણય લેવા મજબૂર બન્યા છે.

સિરામીક એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, ગુજરાત ગેસ કંપની દ્વારા તા. 5 ઓક્ટોબરથી અસહ્ય ભાવવધારો લાગુ કરેલ છે. અગાઉ નેચરલ ગેસના ભાવ રૂ.37.36 ટેકસ વગર હતા. જયારે નવા ભાવ 47.51 એમજીઓ ભાવ ટેક્સ વગર એટલે કે આશરે ટેકસ સાથે રૂ.19.75નો વધારો રાતોરાત એક પણ મીનીટનો સમય આપ્યા વગર ભાવવધારો આપેલ છે જે એકદમ અયોગ્ય હોવાનું જણાવી સિરામીક ઉદ્યોગકારોએ આ ભાવ વધારાને વખોડી કાઢી વિરોધનો સુર વ્યક્ત કર્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી સિરામીક એકમોને આગાઉ પાઇપલાઇન મારફતે પૂરો પાડવામાં આવતા ગેસનો ભાવ રૂ.37.36 ઉપરાંત 6 ટકા ટેક્સ લેવામાં આવતો હતો. જ્યારે નવા ભાવ રૂ. 47.51 ઉપરાંત 6 ટકા ટેક્સ અમલી બનાવવામાં આવતા હાલમાં સિરામીક ઉદ્યોગને પડયા ઉપર પાટું લાગ્યું છે. ઉપરાંત નોન એમજીઓ બીજા ૩ રુપિયા વધે તો દરરોજનો વપરાશ હાલમાં ૭૦,૦૦૦૦૦ કયુબીક મિટર હોય દરરોજનો કરોડો રૂપિયાનો બોજ સિરામીક ઉદ્યોગને સહન કરવો પડશે.

અત્યંત ગંભીર બાબત તો એ છે કે, મંદીના માહોલમાં હાલમાં મોરબીની 400થી 500 કરતા વધુ ફેકટરીઓ સ્વૈચ્છીક શટ ડાઉન કરી મુશ્કેલી નિવરવા પ્રયત્નશીલ છે તેવા સમયે જ ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો આવતા હવે સિરામીક ઉદ્યોગ આ મરણતોલ ફટકા સમાન ભાવ વધારાનો કેમ સામનો કરે છે તે જોવું રહ્યું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text