મોરબી-વાંકાનેર હાઇવે ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન રૂપે યમરાજનો ભેટો

- text


લાલપર ગામ નજીક અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો

મોરબી : મોરબી-વાંકાનેર હાઇવે ફરી રક્ત રંજીત બન્યો હતો. લાલપર ગામ નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહન રૂપી યમરાજ ભેટી જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ પાસે રસ્તો ઓળંગી રહેલ વીડી જામ્બુડિયા ગામના મુકેશભાઈ ચાવડાને હડફેટે લઇ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો.

આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે મૃતકના કાકા આલાભાઇ ત્રીકમભાઇ ચાવડા (રહે.વીડી જાબુડીયા, તા-વાંકાનેર) ની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ આઈપીસી ક.૨૭૯, ૩૦૪(અ) તથા મોટર વ્હિકલ એકટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી અજાણ્યા વાહન ચાલકને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text